• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

નાની રાયણમાં પત્તા વડે જુગાર રમતા છ ઝડપાયા: એક નાસ્યો

ભુજ, તા. 12 : માંડવી તાલુકાના નાની રાયણમાં રૂકમાવતી નદીના કિનારે ઝાડીઓમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી લીધા હતા. જયારે એક ખેલી નાસી છૂટયો હતો. ગઈકાલે સાંજે કોડાય પોલીસે નાની રાયણ ગામે આવેલી રૂકમાવતી નદીના દક્ષિણ કિનારે બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નાગાજણ ભીમશી ગઢવી (નાની રાયણ) અને રતન લક્ષ્મણ ગઢવી, હરજી નાનજી પારાધી, સુલતાન અબ્દુલ તુર્ક, હરેશભાઈ વિશ્રામભાઈ પારાધી, અકબર ઉમર જુણેજા (રહે. તમામ મોટી રાયણ) ને ઝડપી લીધા હતા. જયારે પચાણ પાલુ ગઢવી (રહે. નાની રાયણ) નાસી છૂટયો હતો. દરોડામાં પોલીસે રોકડા રૂા. 13,630નો મુદ્દામાલ કબજો લઈ સામે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.

Panchang

dd