• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

આડેસર પોલીસે 23 અબોલ પશુઓને બચાવી ચાર જણ સામે ગુન્હો નોંધ્યો

ગાંધીધામ, તા. 8 : આડેસર પોલીસ ટીમે અબોલ પશુ ઉપર અત્યારચાર ગુજારનાર શખ્સ સામે વિધીવત રીતે ફોજદારી નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આડેસર ચેકપોસ્ટ પાસે પોલીસે બોલેરો પીકઅપ વાહન નં જીજે.24. એક્ષ.6244ને રોકવાની તપાસ હાથ ધરી હતી.જેમાં અબોલ જીવ ઘેટા નંગ.23 હોવાનુ સપાટી ઉપર આવ્યુ હતું.પકડાયેલા આરોપી લક્ષ્મણ મેરાભાઈ ભરવાડે પશુઓની હેરફેર માટે જરૂરી પરવાના ન મેળવવી તેમજ ઘાસ-ચારની પુરતી વ્યવસ્થા કરી ન હતી. પોલીસે આ પશુઓને બચાવીને જીવદયા મંડળ રાપર માં મોકલી અપાયા હતા.પોલીસે આરોપી લક્ષ્મણ તથા જગા દેવશી ભરવાડ તથા અજાણ્યો માણસ અને અજાણ્યો મોબાઈલ નંબર ધારક સહિત ચાર જણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd