• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

નલિયા પોલીસે કોલસો લઇ જતી ટ્રક પકડી : બે શખ્સની અટકાયત

નલિયા, તા. 8 : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા મળેલી સૂચના અન્વયે નલિયા પોલીસે પાસ-પરમીટ વગર લાકડાંના કોલસાનું વહન કરતી એક ટાટા ટ્રક ઝડપી  પાડી છે. પોલીસે 6000 કિલોગ્રામ કોલસો (રૂા. 90,000) અને ટ્રક (રૂા. આઠ લાખ) મળી કુલ રૂ. 8.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ભીટારા મોટાના ચાલક ઇશાક ઇન્દ્રીશ જત અને ક્લીનર ખાનદના ગુલામરસુલ જતની અટકાયત કરી વધુ તપાસ માટે મુદ્દામાલ સાથે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે. નલિયા પી.આઈ. એસ.એમ. પટ્ટણીનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. બળભદ્રાસિંહ ગોહિલ અને જીવરાજભાઈ ગઢવીએ આ કામગીરી કરી હતી.

Panchang

dd