નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સાથે આપ છોડનાર ભાજપ સાંસદ રાઘવ ચઢ્ઢાની આજે થયેલી ઓચિંતી મુલાકાતે ચર્ચા
અને અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. ચઢ્ઢાએ આજની આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં
શેર કરીને આજની સવારને યાદગાર ગણાવી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીની અવળી ગણતરી ચાલી
રહી છે ત્યારે આ બરાબર એ પહેલા જ આ મુલાકાતે ચઢ્ઢાને પંજાબમાં કોઈ મોટી ભૂમિકા મળવાની
અટકળો છેડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આજે ચઢ્ઢા સાથે મુલાકાત પહેલા શુક્રવારે શિરોમણી અકાલી દળનાં પ્રમુખ સુખબીર
સિંહ બાદલે પણ મોદી સાથે બેઠક કરી હતી. આગામી
વર્ષે યોજાનારી પંજાબની ચૂંટણી માટે ભાજપે રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે ત્યારે ચઢ્ઢા
અને મોદી વચ્ચે આજની મુલાકાત મહત્વની માનવામાં આવે છે. ચઢ્ઢા પંજાબમાંથી ભાજપનાં રાજયસભા
સદસ્ય છે. તેથી તેમને રાજ્યમાં કોઈ મોટી ભૂમિકા મળે તેવી સંભાવના જોવામાં આવે છે. ઉલ્લેખીય
છે કે, ચઢ્ઢા શરૂઆતી દિવસોથી જ આપમાં જોડાયેલા હતાં પણ એપ્રિલમાં
મોટી ઉથલપાથલમાં તે અન્ય છ સાંસદો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતાં. જેને આપ માટે મોટો
ઝટકો માનવામાં આવે છે.