• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

સંઘની મૂળ વિચારધારા હજુ બદલી નથી : શશિ થરૂર

મુંબઈ, તા. 8 : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મુખ્ય હેતુ ભારતને હિંદુ રાષ્ટ્ર અને હિન્દુત્વના માર્ગે આગળ વધારવાનો છે. અને તેની આ મૂળ વિચારધારા આજે પણ બદલી નથી. થરૂરે આ નિવેદન મુંબઈમાં ગઈકાલે મોડી સાંજે આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સ (આઈઆઈએમયુએન)ના કાર્યક્રમમાં આપ્યું હતું. તેમણે સંઘ વડા મોહન ભાગવતે આ જ કાર્યક્રમ દરમ્યાન આપેલાં નિવેદનને સારો સંકેત માનતાં જણાવ્યું હતું કે  હું છેલ્લા 10 વર્ષથી સંઘ પ્રમુખના નિવેદનો જોતો રહ્યો છું. હવે તેમાં પરિવર્તન નજરે પડે છે. ભાગવતે બે દિવસ અગાઉ જેન-ઝી અને જેન-અલ્ફાથી એક કલાક વાતચીત કરી હતી. ભાગવતે કહ્યું હતું કે જેન-ઝી અને જેન અલ્ફા, જૂની પેઢી કરતાં વધુ દેશભક્ત અને ઈમાનદાર છે. આપણે તેમની વાત સમજવી જોઈએ. તેમનાથી વાત ન થઈ એટલે જ જંતરમંતર પર આંદોલન થયું હતું.

Panchang

dd