• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

રાશિદ ખાને રચ્યો ઈતિહાસ

કાબુલ, તા. 8 : અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાને વન-ડે ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ પોતાનાં નામે કરી છે. આયર્લેન્ડ સામે પાંચ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચમાં રાશિદે 34 રન આપીને છ વિકેટ લીધી હતી. 27 વર્ષીય રાશિદની ઘાતક બોલિંગના દમે અફઘાનિસ્તાને આયર્લેન્ડને 92 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનના 299 રનના જવાબમાં આયર્લેન્ડની ઇનિંગ્સ 207 રનમાં સમેટાઈ હતી. આ સાથે રાશિદ વન-ડે ઇન્ટરનેશનલમાં ત્રણ વખત એક ઇનિંગ્સમાં છ કે તેથી વધારે વિકેટ લેનારો દુનિયાનો પહેલો સ્પિનર બન્યો છે. વાનિંદુ હસારંગા, ઈમરાન તાહિર, શાહિદ આફરીદી, અકિલા ધનંજય, સંદીપ લામિછાને અને અજંતા મેન્ડીસે પોતાની વન-ડે કારકિર્દીમાં બે-બે વખત છ કે તેથી વધારે વિકેટ ઝડપી છે. રાશિદ ખાને 2015માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું. જેના દોઢ વર્ષ બાદ 2017માં આયર્લેન્ડ સામે છ વિકેટ લીધી હતી. બાદમાં 2017મા જ વિન્ડિઝ સામે માત્ર 18 રન આપીને સાત વિકેટ લીધી હતી. હવે ત્રીજી વખત છ કે તેથી વધારે વિકેટ લઈને ઈતિહાસ બનાવ્યો છે.

Panchang

dd