ગાંધીધામ, તા. 8 : રેલવે દ્વારા ગાંધીધામ, આદિપુર બાદ ભચાઉ-સામખિયાળી વચ્ચે ત્રીજી અને
ચોથી લાઈનને કાર્યરત કરવામાં આવી છે, ત્યારે આ રેલવે લાઈન થકી
કચ્છમાં રેલવેના વિકાસને નવા વેગ મળવાની સાથે વેપાર, ઉદ્યોગ અને
પ્રવાસીઓ માટે નવા વિકાસના દ્વાર ખુલશે તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવાયુ
હતું. સીઆરએસ નિરીક્ષણ દરમયાન ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ઉચ્ચ અધિકારીઓઁને
આવકાર્યા હતા. સીઆરએસ ઈ. શ્રીનિવાસ, પ્રદિપ ગુપ્તા, ડીઆરએમ વેદપ્રકાશ સહિતના અધિકારીઓને કચ્છના રેલવે વિકાસ માટે તેમની પ્રતિદ્ધતા
બદલ અભિનંદન પાઠવાયાં હતાં. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે,
કચ્છના બંદરો, ઔદ્યોગિક એકમ અને નિકાસ આધારિત અર્થતંત્ર
માટે રેલવે જીવનરેખા સમાન છે. આ નવીનીકરણ માત્ર રેલવેના માળખાંકીય વિકાસ પુરતું મર્યાદિત
ન રહી કચ્છના વેપાર ઉદ્યોગ, લોજિસ્ટિક સહિતના ક્ષેત્ર માટે ગેમ
ચેન્જર સાબિત થશે. ખજાનચી કૈલસ ગોર અને કારોબારી સભ્ય તથા ડીઆરયુસીસી મેમ્બર રાકેશકુમાર
જૈન, હરિશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, નવી લાઈનના વિસ્તરણ અને ઓટોમેટિક સિગ્નલિંગ, સલામતી અને
ટ્રાફિક ક્ષમતાના વિકાસનાં કાર્યો ભવિયષ્યમાં કંડલા, મુંદરા બંદરોને
વધુ સક્ષમ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ દરમ્યાન વોંધ રેલવે સ્ટેશન ખાતે ઉપ્લબધ સુવિધાઓ,
યાર્ડ વ્યવસ્થા, સુરક્ષા માળખું, ભવિયષ્ના વિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માનદમંત્રી
મહેશ તીર્થાણીએ કચ્છના સર્વાંગી વિકાસમાં રેલવેની ભૂમિકા મહત્ત્વપુર્ણ કરી છે. ચેમ્બર
મંત્રાલય, પશ્ચિમ રેલવે અને અધિકારીઓ સાથે સકારાત્મક સંવાદ જાળવી
કચ્છના હિતને પ્રાધાન્ય આપતી રહી હોવાનું જણાવ્યું હતું.