• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

નલિયા નેત્ર કેમ્પના 35 બાળકને ભુજ ખસેડાશે

નલિયા, તા. 8 : અહીંની ભાનુશાલી શાળા નંબર-2માં લાયન્સ હોસ્પિટલ નલિયા અને લાયન્સ ક્લબ ભુજ દ્વારા યોજાયેલા મેગા આંખ નિદાન કેમ્પમાં 218 વિદ્યાર્થી સહિત 243 દર્દીની તપાસ કરાઈ હતી, જેમાંથી આંખની તકલીફ ધરાવતાં 35 બાળકને ભુજ લાયન્સ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. લાયન્સ પ્રમુખ દિનેશ ભાનુશાલીએ બાળકોમાં મોબાઈલ-ટીવીના વધતા વપરાશ સામે ચિંતા વ્યક્ત કરી હતી. કેમ્પમાં ડો. સંજય ભાટી અને સુરેશ ચંદેએ સેવા આપી હતી. વેપારી એસોસિયેશનના હકુમતાસિંહ જાડેજા, હરેશ આઈયા, મૂરજીભાઈ સેજપાલ, મધુકાંત મહેશ્વરી, ઉમેશ ભાનુશાલી, શાળાના કે. ડી. મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા મહેન્દ્રભાઈ વ્યાસ અને સંદીપભાઈએ સંભાળી હતી.

Panchang

dd