• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

વિન્ડિઝને વન-ડે વિશ્વકપમાં સામેલ થવા રમવી પડશે ક્વોલિફાયર

નવી દિલ્હી, તા. 8 : બે વખતની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમને ફરી મોટો ઝટકો લાગ્યો છે. કેરેબિયન ટીમ આગામસ 2027 વન-ડે વિશ્વકપ માટે સીધી ક્વોલિફાય કરવામાં નાકામ રહી છે. આઇસીસીની કટ ઓફ તારીખ સુધી રેન્કિંગમાં ટોપ-8માં જગ્યા ન બનાવી શકવાનાં કારણે વેસ્ટ ઇન્ડિઝને સતત બીજી વન-ડે વિશ્વકપમાં મુખ્ય ટૂર્નામેન્ટ સુધી પહોંચવા માટે ક્વોલિફાયર મુકાબલા રમવા પડશે. વેસ્ટ ઇન્ડિઝની કિસ્મતનો ફેંસલો અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની પાંચ મેચની વન-ડે શ્રેણી ઉપર ટકેલો હતો. આયર્લેન્ડ અફઘાનિસ્તાનને હરાવીને શ્રેણી જીતે તો વિન્ડિઝ પાસે ભારત સામે બન્ને વન-ડે જીતીને ટોપ-8માં જગ્યા બનાવવાની તક હતી. જો કે, મેદાન ઉપર સ્થિતિ વિન્ડિઝની તરફેણમાં રહી નહોતી. અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે પહેલો મુકાબલો વરસાદમાં ધોવાયો હતો. જ્યારે બીજી મેચમાં અફઘાનિસ્તાનને જીત મળી હતી. આ જીત સાથે અફઘાનિસ્તાને આઠમું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

Panchang

dd