• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

સત્તાપક્ષ જ્યારે ખોટા કાર્યો કરે ત્યારે તેને ઉજાગર કરવાનું કામ વિપક્ષનું

ભુજ, તા. 8 : અયોધ્યામાં રામમંદિરમાં  ચંદાચોરી થઈ તેમજ નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર થયાનો કચ્છ જિલ્લા કોંગ્રેસે આક્ષેપ કરી તેની સીબીઆઈ મારફત તપાસ કરાવવાની માંગ સાથે આજે ભુજ ખાતે ધરણા કર્યા હતા. ભાજપ જ્યારે ભીંસમાં હોય ત્યારે જ સાધુ-સંતો અને સનાતની સમાજ રોડ ઉપર ઉતરે છે તેવો આક્ષેપ કરતાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું કે, ભાજપના રાજ્યમાં મંદિરોમાં ચોરી થાય અને રાષ્ટ્રીય પ્રમુખની રેલીમાં હનુમાનજીને નચાવે ત્યારે સાધુ સંતોની ભાવના આહત થતી નથી. રાજકિય રહીતે જ્યારે સત્તાપક્ષ ખોટા કાર્ય કરતા હોય ત્યારે તેને ઉજાગર કરવાની જવાબદારી વિપક્ષની છે. ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ મુકવામાં આવતો હોય એની સામે સાધુ-સંતોને શા માટે વિરોધ હોવો જોઈએ એવો સવાલ કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યો હતો.

Panchang

dd