• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ટગામાં જાહેરમાં જુગાર રમતા બે ખેલી ઝડપાયા : છ નાસી છૂટયા

ગાંધીધામ, તા. 8 : પૂર્વ કચ્છમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડો પાડયા હતા. આ કાર્યવાહીમાં ચાર ખેલીઓ પાંજરે પુરાયા હતા. જયારે છ આરોપીઓ નાસી છૂટયા હતા. રાપર તાલુકામાં ટગા ગામમાં તળાવ પાસે પાણીના ટાંકાના ઉપર જાહેરમાં ગંજીપાના વડે રમતો હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. આ કાર્યવાહીમાં મુબારક મામદ હિંગોરજા, મહેબુબ અભરામ હિંગોરજા રોકડા રૂા. 11,350 સાથે ઝડપાયા હતા. પોલીસે આ સ્થળેથી  પાંચ મોટર સાઈકલ રૂા.1.45 લાખ સહિત કુલ રૂા.1,56,350નો મુદામાલ હસ્તગત કરાયો હતો. આ કાર્યવાહીમાં આરોપી સિકંદર શેરમામદ હિંગોરજા, અયુબ અલીમામદ હિંગોરજા, હકીમ અલીમામદ હિંગોરજા, અબ્બાસ મામદ હિંગોરજા, અબ્બાસ રહીમ મેણુ, રફીક નજરમામદ હિંગોરજા  પોલીસે હાથ તાળી આપીને નાસી છૂટયા હતા. આ ઉપરાંત ભચાઉ તાલુકાના સામખીયારીના ભારતનગર વિસ્તારમાં બાવળની ઝાળીઓમાં ગંજીપાના વડે જુગાર રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો આ કાર્યવાહીમાં જુગાર રમી રમાડતા આરોપી રમેશભાઈ વેલજીભાઈ પ્રજાપતિ તથા અરાવિંદભાઈ ઉકાભાઇ પરમાર ની રોકડા રૂપિયા 11500 સાથે ધરપકડ થઈ હતી સમગ્ર મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd