ગાંધીધામ, તા. 8 : અબડાસા તાલુકાના બાલાચોડમાં
વિજકર્મચારીને ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ
કરવામાં આવી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી
વિગતો મુજબ આ બનાવ ગત તા. 4ના રાત્રીના
8 વાગ્યાના અરસામાં બન્યો હતો. વિજતંત્રના
લાઈનમેન તરીકે ફરજ બજાવતા બાલમુકુંદ મણીશંકર વ્યાસે આરોપી સિકંદર લુહાર સામે ફરીયાદ
નોંધાવી છે. ફરીયાદી પ્રાથમીક શાળા પાસે વિજલાઈનનું કામ કરવા ગયા હતા ત્યારે આરોપઅીઓએ
અપશબ્દો બોલી કામ અટકાવ્યું હતું અને પાછા કામ કરવા આવશો તો જાનથી મારી નાંખશુ તેવી
ધમકી આપી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.