• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

પ. કચ્છમાં 196 વીજ જોડાણમાં ગેરરીતિના 120 લાખના બિલ અપાયા

ભુજ, તા. 7 : પીજીવીસીએલની પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળની ટીમો દ્વારા 196 વીજ જોડાણમાં ગેરરીતિ પકડાતાં 120.99 લાખના ગેરરીતિના બિલ અપાયા હતા. ભુજ, માંડવી, મુંદરા, રવાપર, ભુજોડી, માધાપર, ખાવડા, દયાપર વગેરે વિસ્તારોમાં પેટા વિભાગીય કચેરીઓ દ્વારા 26 વીજ ચેકિંગ ટીમો દ્વારા તા. 3થી 7 દરમ્યાન 2339 જોડાણ ચેક કરાયા હતા.

Panchang

dd