• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

ભીમાસરમાં ખુરશી પરથી`નીચે પડતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 7 : અંજારના ભીમાસરમાં ખુરશી પરથી નીચે પટકાતાં ધીરેન્દ્રસિંહ રાજાસિંહ (ઉ.વ. 31)ને ઇજાઓ પહોંચી હતી. આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. ભીમાસરમાં રહેનાર મૂળ ઉત્તરપ્રદેશનો ધીરેન્દ્રસિંહ નામનો યુવાન પોતાના રૂમ ઉપર હતો. દરમ્યાન કોઇ કારણોસર તે ખુરશી પરથી નીચે પડયો હતો, જેમાં તેને માથામાં ઇજાઓ પહોંચી હતી. થોડા દિવસ બાદ તેને દુ:ખાવો થતાં તેને પ્રથમ અંજાર, ગાંધીધામ, ભુજ જી.કે. જનરલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી તેના વતન ખાતે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેણે સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd