ગાંધીધામ, તા. 28 : ભચાઉના જંગી ગામમાં જાહેરમાં
પત્તા ટીંચતા બે શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા.12,520 જપ્ત કર્યા હતા. જંગીના કોળીવાસમાં
રઘુ કોળીના મકાન બહાર અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો
માર્યો હતો. પરંતુ અહીં બે જ જણ તીનપતીનો જુગાર રમતા જણાયા હતા. પોલીસે કાર્યવાહી કરી અહીંથી સુલેમાન ઈબ્રાહિમ ખલીફા
(હજામ) તથા રામજી કાનજી આહીરને ઝડપી પાડયા
હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા.12,520 જપ્ત કરાયા હતા.