રાપર,
તા. 29 : તાલુકાના આડેસર ગ્રામ
પંચાયતની ગેરરીતિ અને ગૌચર જમીનમાં દબાણ કરવા મામલે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત
કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીને પાઠવાયેલા પત્રમાં ચાર જણ સામે નામજોગ ફરિયાદ
કરાઈ છે. કણબીવાસમાં જૂનાં મકાનો તોડી નવાં મકાનો બનાવ્યાં હતાં. આ ઉપરાંત બાજુમાં
આવેલી ગૌચર જમીનમાં વધુ બે મકાન બનાવી દીધાં
હતાં. બાદમાં સાઠગાંઠ કરી ગેરકાયદે મકાનોને
રેકર્ડ ઉપર ચડાવી બોગસ સર્વે નંબર મેળવ્યા
હોવાનું પત્રમાં જણાવાયું છે. આ ઉપરાંત જાહેર માર્ગ ઉપર પણ દીવાલ બાંધવામાં આવી હોવાની
રાવ અરજદાર રમણીક અમીચંદ કોટકે કરી છે.