ગાંધીધામ, તા. 24 : શહેરના એક ટ્રાન્સપોર્ટર પાસે
મુંદરા પોર્ટથી સિસલ્સ સુધીનાં કન્ટેનર બુક કરાવી બાદમાં વારંવાર રદ કરાવી સર્વિસના
રૂા. 1,92,573 ન આપતાં સુખપર ભુજના શખ્સ સામે
ગુનો દર્જ થયો હતો. વરસામેડીમાં રહેનાર નંદલાલ હેમચંદ્ર યાદવ કચ્છ આર્કેડ ખાતે શિવમ
સી-ટ્રાન્સ પ્રા. લિ. નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. મૂનલાઇટ એન્ડ ગ્રુપ સુખપર
ભુજના સુરેશ પટેલે આ ફરિયાદી પાસે એક કન્ટેનર મુંદરા પોર્ટથી પોર્ટ વિક્ટોરિયા સિસલ્સ
માટેનું બુકિંગ કરાવ્યું હતું અને ભાવ કઢાવતાં ફરિયાદીએ 2710 ડોલર આપ્યા હતા. શરૂઆતમાં આ માટે મર્કસલાઇનનું કન્ટેનર તા. 9/2/2026નું બુક કરાવાયું હતું, જે બાદમાં આરોપીએ કન્ટેનર રોલઓવર કરાવ્યું હતું.
આમ, આરોપી આવી રીતે ત્રણ-ચાર વખત કન્ટેનર બુક કરાવી બાદમાં રોલઓવર
કરાવતો હતો. કન્ટેનર વારંવાર રોલઓવર કરાવ્યા બાદ તેણે અંતે આ કન્ટેનર રદ કરાવ્યું હતું.
આરોપી પાસેથી શિપમેન્ટના ડોક્યુમેન્ટ મગાવતાં તેણે રદ કરાવી નાખ્યું હતું. ફરિયાદીએ
મર્કસલાઇનમાં કન્ટેનર રદ કરાવતાં તેમને આ કંપનીએ ફરિયાદીની કંપનીને કેન્સલેશન ચાર્જ
રૂા. 1,11,776નું બિલ ફટકાર્યું હતું. જે
આ આરોપીને અપાતાં તેણે આપ્યા નહોતા. બાદમાં મોડું ચૂકવણું રૂા. 66,163 સાથે રૂા. 1,92,573 માગતાં આરોપીએ વાયદા કર્યા
હતા, પણ ચૂકવણું કર્યું નહોતું. બનાવ અંગે પોલીસે
વિશ્વાસઘાત, છેતરપિંડીની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.