ગાંધીધામ, તા. 4 : આદિપુરમાં શખ્સે સોનાનો હાર
લઈ બાદમાં તેને ફાયનાન્સમાં મૂકી લોન મેળવી સોનાનો હાર પરત ન કરતાં બે શખ્સ સામે ગુનો
નોંધાયો હતો. આદિપુરમાં રહેનાર એક મહિલાએ અમિત કાનજી માતંગને સોનાનો હાર આપ્યો હતો.
બાદમાં આ શખ્સે હારને સોનીને ત્યાં ગીરો મૂકી પૈસા મેળવી લીધા હતા. જે અંગે તેને કહેવાતાં
તેણે સોની પાસેથી હાર પરત લઈને આપી દેશે તેવું કહ્યું હતું. બાદમાં આ શખ્સના ભાઈ દીપક
કાનજી માતંગે આ હાર ફાયનાન્સ પેઢીમાં આપી રૂપિયા મેળવી લીધા હતા. હાર પરત માગવા છતાં
તે પરત ન આપતાં આ બન્ને ભાઈઓ સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેની આગળની
વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.