ભુજ,
તા. 1 : શહેરના ભુજિયા રિંગ
રોડ બાજુ મકાનની ઓસરીના છેવાડે ખુલ્લી જગ્યામાં રાતે તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા
સહિત પાંચ ખેલી પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગઈકાલે રાતે બી-ડિવિઝન
પોલીસને બાતમી મળી હતી કે, ભુજિયા
રિંગ રોડ ઉપર આવેલા મોબાઈલ ટાવરની સામે ભેંસોના વાડા પાછળના મકાનના આંગણામાં જુગાર
રમાઈ રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા અલ્ફાના સિકંદર ખલીફા,
જ્યોતિબેન આદમ થેબા, રમજુ અબ્દુલ આરબ, ગુલામ ઉર્ફે ગોલો દિનાભાઈ સુમરાસંધી અને આદમ મામદ થેબા (રહે. તમામ ભુજ)ને રોકડા
રૂા. 10,190ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.