ભુજ, તા. 1 : મુંદરાના કાંઠે જહાજમાંથી
1,150 કરોડના 118.977 કિ.ગ્રામ કોકેઇનના જથ્થા સાથે જે-તે સમયે આરોપી જુમા નાસીર ઉમર ઝડપાયો હતો.
જેના સોમવાર સુધી રિમાન્ડ મંજૂર થયા હતા. આજે તેના રિમાન્ડ પૂરા થતા તેને ફરી મુંદરાની
કોર્ટમાં વધુ રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતા આ આરોપી જુમા નાસીર ઉમરના છ દિવસના તા.
6-6 સુધી રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. સરકારવતી ખાસ
સરકારી વકીલ કે.એમ. પ્રજાપતિ હાજર રહ્યા હતા.