ભચાઉ, તા. 21 : કચ્છ શાખા નહેરના બાંધકામ
માટે અંજાર તાલુકાના બીટાવલાડીયા ગામમાં જમીન સંપાદનમાં ખેડુતોને નર્મદા નિગમ દ્વારા માત્ર નજીવુ વળતર અપાયું હતું.આ મામલે અંજાર કોર્ટમા કેસ દાખલ
કરાતા અદાલત દ્વારા વ્યાજ સહીત જમીનનું ઉંચુ
વળતર આપવા હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની વિગતો મુજબ બીટાવલાડીયા (ઈસ્ટ)ના ખુડતોની જમીન ક્રચછ શાખા નહેરના બાંધકામ માટે ખાસજમીન સંપાદન અધિકારી
દ્વારા એવોર્ડ જાહેર કરી પ્રતિ ચોરસ મીટર રૂ. 17.33 પૈસા લેખે. વળતર ચુકવવા
ઠરાવ કર્યો હતો.આવી નજીવી રકમમાં
સામાન્ય વસ્તુ પણ ખરીદી ન શકાય: આ મુદે
ખુડુતોએ ઉચું વળતર મેળવવા માટે ધરતીપુત્રોએ
અંજારની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ખેડુત
તરફેના વકીલ દ્વારા હાઈકોર્ટના વિવિધ ચૂંકાદા
ટાંકી દલોલો કરી હતી... દલોલો સાંભળ્યા
બાદ પ્રીન્સીપલ સિનિયર સિવિલ જજ ખેડુતોના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટ દ્વારા ખેડુતોને સંપાદિત
જમીનનું વધારાનું વળરતર રૂ. 116.67 પૈસા લેખે ચુકવવા હુકમ કર્યો
હતો. અને જમીનનો કબ્જો લીધાની તારીખથી એક વર્ષ માટે વાર્ષિક 9 ટકા વ્યાજ લેખે અને બાદમાં જયાં સુધી
સરકાર પૈસા જમા ન કરાવે ત્યાં સેધી 15 ટકા વાર્ષિક વ્યાજ દરે ચુકવવા
સરકારને હુકમ કર્યો હતો. કોર્ટના આ આદેશથી ખેડુતોમાં હર્ષની લાગણી પ્રસરી છે. આ કેસમાં ખેડુતો તરફે એડવોકેટ મહેન્દ્રસિહ જે ઝાલાએ હાજર રહી દલીલો કરી હતી.. ભચાઉ તાલુકાના ચોબારી,
ખેંગારપાર, માય, ભરૂડીયા, સહીતના ગામના ખેડુતોને પણ ભચાઉ કોર્ટમાં થી એડવોકેટ ઝાલા દ્વારા
ઉચું વળતર આપવાનો હુકમ કરતો ચૂકાદો
અપાવ્યો હતો.