ઇસ્લામાબાદ, તા. 21 : પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર
(પીઓકે)માં પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા
કરી દેવાઇ હતી. મુઝફ્ફરાબાદની કોલેજ બહાર અજાણ્યા હુમલાખોરોએ હમઝાને ગોળીઓથી વીંધી
નાખ્યો હતો. ભારતે 2022માં હમઝાને
યુએપીએ હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો હતો. તે અબુ દુજાના, અબુ કાસિમ બુરહાન વાની અને જાકિર
મુસાનો નિકટનો સાથી હતો. હમઝા 2019ના પુલવામા
આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડમાંથી એક મનાય છે. એ હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. અર્જુમંદ
ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન પુલવામાના રત્નીપોરાનો રહેવાસી હતો. 23 વર્ષનો હમઝા ભારત સરકારે
આતંકવાદી સંગઠન જાહેર કરેલા અલ-બદ્ર સાથે જોડાયેલો હતો. ભારતથી પાકિસ્તાન જઇને અલ-બદ્રમાં
જોડાયા પછી કમાંડર બની ગયેલો હમઝા યુવાનોને પણ જોડાવા ઉશ્કેરતો હતો. તપાસ એજન્સીઓના
જણાવ્યાનુસાર હમઝા બુરહાન 2020માં સીઆરપીએફ
જવાનો પર ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો. બુરહાન વાની આઠમી જુલાઇ, 2016માં કાશ્મીરમાં ભારતીય સુરક્ષા
દળો સાથે ભીષણ ઘર્ષણમાં ઠાર મરાયો હતો. હમઝા પોતાને શિક્ષક બતાવતો હતો અને લાંબા સમયથી
પોતાની ઓળખ છુપાવીને પાકિસ્તાનમાં રહેતો હતો.
હમઝા બુરહાનના ખાત્માથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને એક મોટો ઝટકો લાગ્યો
છે. 27 વર્ષનો અરજુમંદર ગલઝાર ડાર
ઉર્ફે હમઝા બુરહાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ બદ્રનો પ્રમુખ કમાન્ડર હતો. તે મુળ
રૂપથી જમ્મુ કાશ્મીરના પુલવામા જીલ્લાના રત્નીપોરાનો રહેવાસી હતો. તે 2017માં ઉચ્ચ શિક્ષણના બહાને
પાકિસ્તાન ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક યુવાનોને આતંકી સગઠનમાં ભરતી કરવા, આતંકી ભંડોળ
એકત્રિત કરવા અને ઘૂસણખોરીના નેટવર્કને સંચાલિત કરવામાં સક્રિય બન્યો હતો. પોતાની કટ્ટરતા
અને ચાલાકીના કારણે હમઝાને અલ બદ્ર આતંકી સંગઠનમાં
મોટું પદ મળી ગયું હતું અને કમાન્ડર બનાવાયો હતો. ત્યારથી જ પાકિસ્તાન અને પીઓકેમાં
સુરક્ષિત રહીને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ ચલાવી રહ્યો હતો. 14 ફેબ્રુઆરી 2019ના થયેલા પુલવામા હુમલામાં
સીઆરપીએફના 40થી વધારે જવાન શહીદ થયા હતા. આ બર્બર
હુમલાના કાવતરામાં મોટી ભૂમિકા હોવાના કારણે ભારત સરકારના ગૃહ મંત્રાલયે 2022માં હમઝા બુરહાનને યુએપીએ
હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો હતો. જો કે હવે તેનો ખાત્મો થયો છે. પુલવામા હુમલા માટે ઓવરગ્રાઉન્ડ વર્કસ મારફતે ભારે
માત્રામાં વિસ્ફોટક અને હથિયાર એકત્રિત કરવાની જવાબદારી બુરહાન હમઝા પાસે જ હતી. - કોણ હતો
હમઝા બુરહાન ઉર્ફે ડોક્ટર ? : નવી દિલ્હી, તા. 21 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં અજાણ્યા
હુમલાખોરો દ્વારા માર્યા ગયેલા હમઝા બુરહાનને પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સ
પૈકીનો એક માનવામાં આવતો હતો. હમઝા બુરહાન
ઉર્ફે અર્જુમંદ ગુલઝાર, દાર અલ-બદ્ર આતંકવાદી સંગઠનનો સ્વઘોષિત `િડવિઝનલ કમાન્ડર' હતો અને લાંબા સમયથી
ભારતીય સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. ભારત સરકારે 2022માં તેને યુએપીએ હેઠળ આતંકવાદી
જાહેર કર્યો હતો. તે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ભરતી અને હુમલાઓનું
આયોજન કરવામાં સક્રિય રીતે સામેલ હોવાનું કહેવાય છે. પુલવામાના ખરબતપોરા રત્નીપોરાના
રહેવાસી હમઝા ઉર્ફે `ડોક્ટર'
આતંકવાદ અને કટ્ટરપંથીકરણનો કારોબારી હતો. સત્તાવાર દસ્તાવેજો અનુસાર 1999માં જન્મેલા અર્જુમંદ ગુલઝાર
ડાર ગુલઝાર અહેમદ ડારનો પુત્ર હતો અને તેને આતંકવાદી સંગઠન અલ-બદ્રનો સહયોગી સભ્ય માનવામાં
આવતો હતો. 2017માં ઉચ્ચ શિક્ષણ મેળવવાના
બહાને પાકિસ્તાન ગયેલો હમઝા ઝડપથી આતંકવાદી નેટવર્કનો ભાગ બની ગયો હતો. તે કથિત રીતે
કટ્ટરપંથી બનાવવા, ભરતી કરવા અને યુવાનોને હથિયારોના નેટવર્ક સાથે જોડવામાં સક્રિય
હતો. તેણે દક્ષિણ કાશ્મીરમાં ઝડપથી પોતાનું નેટવર્ક વિસ્તાર્યું અને અસંખ્ય કિશોરોને
આતંકવાદમાં ધકેલી દીધા. તેના પર આરોપ છે કે, તે યુવાનોને `શહીદ' અને `સન્માન'ના વચનો આપીને લલચાવતો હતો, જ્યારે
તે પોતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સુરક્ષિત જીવન જીવતો હતો. 2021માં અલ-બદ્રથી દૂર થયા પછી,
તેણે `લોન વુલ્ફ વોરિયર્સ' નામનું એક નવું નેટવર્ક
સ્થાપ્યું. આ સંગઠન પર બિન-સ્થાનિકો અને કાશ્મીરી પંડિતો સામે હુમલાઓનું કાવતરું ઘડવાનો
આરોપ છે. સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેને આતંકવાદના `માસ્ટર રિક્રૂટર' તરીકે જોતી આવી છે.