• શુક્રવાર, 22 મે, 2026

કેરા ગૌશાળા કથામાં એક કરોડનું ફંડ એકત્ર થયું

કેરા (તા. ભુજ), તા. 21 : અહીંની ગૌશાળાના 60 વર્ષની ઉજવણીમાં એક કરોડ રૂપિયાનું ફંડ એકત્ર થતાં સંસ્થાની મજબૂતી વધી હતી. ભાગવત દશમ સ્કંધ કથાએ માહોલ જમાવ્યો હતો. કેરા ગૌશાળા ટ્રસ્ટ આયોજિત ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદન સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદ્જીવન સ્વામી, પાર્ષદવર્ય જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશ સ્વામી, વકતા આનંદવલ્લભ સ્વામી,  હરિકૃષ્ણ સ્વામી, શાત્રી સૂર્યપ્રકાશ સ્વામી, કૃષ્ણજીવન સ્વામી,  શાત્રી અક્ષરપ્રકાશ સ્વામી,  હરિપ્રસાદ  સ્વામી, નીલકંઠ સ્વામી આદિ સંતોના આશિર્વાદથી એક કરોડ બે લાખ રૂપિયાનું માતબર દ્રવ્ય ગૌસેવાર્થે એકત્ર થયું હતું તે પૈકી મૂળ કેરાના મોશી નિવાસી રવજીભાઇ ગોવિંદ વરસાણીએ 22 લાખ રૂપિયાનું દાન જ્યારે અનેક નાના-મોટા દાતાઓએ અગિયાર, પાંચ, અઢી, એક લાખ સહિત અનેક દાન નોંધાવ્યા હતા. સંસ્થાના પ્રમુખ અલ્પેશભાઇ મેપાણીએ 3.70 લાખ નોંધાવ્યા હતા. ગૌસેવા માટે સંસ્થાએ સૌનો આભાર માન્યો હતો. મોભી નવીનભાઇ પાંચાણી, રવજી કેરાઇ, પટેલ ટૂર્સ મેઘજીભાઇ ખેતાણી, હિતેશ ભુડિયા, સુરેશભાઇ ભુવા સહિતના અનેક આગેવાનો, ગામના સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇ, દેવબાઇ ફઇ, જશુબાઇ ફઇ તેમજ કર્મયોગી બહેનોએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd