ભુજ, તા. 21 : શહેર સુધરાઇમાં છેલ્લા કેટલાક
દિવસોથી વિવિધ નિયમો જાહેર કરાઇ રહ્યા છે,
જે અંતર્ગત સંકુલમાં આવતા અરજદારોને કચેરી અંદર પ્રવેશ માટેના દ્વારથી થોડે દૂર વાહનો
રાખવા જણાવાયું છે તો સ્ટાફને પણ આ જ નિયમ લાગુ કરાયો છે, પરંતુ મુખ્ય અધિકારી જાણે
આ નિયમથી પર હોય તેમ તેમની કાર બરોબર પ્રવેશદ્વારનાં પગથિયાં પાસે જ છાંયડામાં ઊભી
રખાતાં અરજદારોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. એકતરફ આભ આગ વરસાવી રહ્યું છે ત્યારે
નૂતન નગરપાલિકા ભવનમાં અરજદારો-સ્ટાફના વાહનો તડકામાં ઊભાં રાખવાં પડતાં હોવાથી નારાજગી
ફેલાઇ હતી. સામાન્ય નાગરિકોનાં વાહન માટે પણ છાંયડો કરાય તેવી લાગણી ફેલાઇ હતી.