• મંગળવાર, 19 મે, 2026

છૂટાછેડા લીધા વિના જ પત્નીએ બીજાં લગ્ન કરી લેતાં ફરિયાદ

ભુજ, તા. 18 : છૂટાછેડા લીધા વિના અને પતિ હયાત હોવા છતાં પત્નીએ બીજાં લગ્ન અબડાસાના ગામમાં કરી લેતાં પતિએ ફરિયાદ નોંધાવી છે. આ સંવેદનશીલ બનાવ અંગે ગઈકાલે કોઠારા પોલીસ મથકે માંડવી તાલુકાના એક ગામના ફરિયાદી એવા પતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી તેમની પત્ની સાથે પ્રથમ હિન્દુ શાત્રોક્તવિધિથી ફરિયાદી સાથે લગ્ન થયેલાં હોઈ અને તે હયાત હોવા ઉપરાંત લગ્નજીવન ચાલુમાં હોવા છતાં તેની પત્ની અને અન્ય લગ્ન કરનાર આરોપી આ જાણતા હતા તેમ છતાં ફરિયાદી સાથે છૂટાછેડા લીધા વિના પત્ની કુંવારી હોવાનું  અને છૂટાછેડા લીધાના ખોટા કાગળો બનાવી બન્ને લગ્ન કરી, ગ્રામ પંચાયતમાંથી લગ્ન નોંધણીનું ખોટું પ્રમાણપત્ર મેળવી ફરિયાદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd