ગાંધીધામ,
તા. 18 : અંજારના જી.આઈ.ડી.સી.
વિસ્તારમાં આવેલા મુરલીધર મોટર્સના ટ્રકના વર્કશોપમાંથી થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ
પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને બે આરોપીઓને ઝડપી પડ્યા હતા. અંજાર પોલીસે વિગતો આપતાં
જણાવ્યું કે વર્કશોપની જગ્યામાં કોથળાઓમાં 56 કિલો
કોપર વાયર ભરીને રાખવામાં આવ્યો હતો અને તે ચોરી થઈ ગયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે
સતાપર ફાટક પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલા નારણ ઉર્ફે અરજણ ગોયલ (ઉ.વ.39, રહે. આંબાપર,
અંજાર) અને સચિન બુદ્ધિલાલ સથવારા (ઉ.વ.25, રહે. દબડા ચાર રસ્તા, અંજાર) ની કડકાઈથી પૂછપરછ કરતાં તેઓએ
આ ચોરી કબૂલી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂા. 33,600ની કિંમતનો કોપર વાયર કબજે કરી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.