ભુજ,
તા. 18 : માંડવીના વાંઢ-ગોણિયાસર
રોડ પરથી એલસીબીની ટીમે ગેરકાયદે બેન્ટોનાઈટ (ખનિજ) ભરેલું ડમ્પર ઝડપી કાર્યવાહી કરી
હતી. એલસીબીની ટીમ ગઢશીશા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંઢ-ગોણિયાસર
રોડ પર જૂના તાબુ વિસ્તાર, આશાપુરા માઈન્સના પ્લોટો પાસે એક ડમ્પર નં. જી.જે.-12- બીઝેડ-5569વાળું
ખનિજ ભરીને આવતું હતું. તેને ઊભું રખાવી ચાલક કાનજી દેસર સંઘાર (રહે. વાંઢ) ને ડમ્પરમાં
ભરેલાં બેન્ટોનાઈટ (ખનિજ) અંગે પૂછપરછ કરી આધાર-પુરાવા માગતાં તેની પાસે ન હતા, આથી વાહન જપ્ત કરી ખાણ ખનિજ વિભાગને
જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.