ગાંધીધામ, તા. 18 : ભચાઉના આંબલિયારા
નજીક મીઠાની કંપનીમાં વીજ વાયર થકી વીજશોક લાગતાં લક્ષ્મણ માનસિંગ કોળી (ઉ.વ. 26) નામના યુવાને પોતાનો જીવ ખોયો હતો. આંબલિયારા નજીક
રાજેશ સોલ્ટ કંપનીમાં ગઇકાલે બપોરે આ અપમૃત્યુનો બનાવ બન્યો હતો. મૂળ બાદરગઢ (તા. રાપર)નો
લક્ષ્મણ કોળી નામનો યુવાન મીઠાની આ કંપની પાસે હતો, ત્યાં વીજ વાયર છૂટા પડયા હતા, આ વાયર
થકી તેને શોક લાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે ભચાઉની હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના
તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની
આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.