• સોમવાર, 22 જુલાઈ, 2024

નાના લાયજાની ખોરોડ નદીમાંથી ખનિજચોરી

નાના લાયજા(તા. માંડવી) તા. 18 : આ ગામની ખારોડ નદીમાંથી આડેધડ રેતી ઉપાડીને ખનિજ ચોરી કરતી હોવાની ફરિયાદ ઊઠી છે. ગામના જાગૃત નાગરિક રવિદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે ખાણ ખનિજ તથા પોલીસ તંત્રના નાક નીચે ખુલ્લેઆમ લોડર મશિનો લગાડીને રેતી ચોરી થઇ રહી છે. આડેધડ થતી આ પ્રવૃતિને કારણે નદી ઉપરનો કોઝવે તૂટી પડયો છે. દરિયા કિનારા નજીક થતું ખોદકામ દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન પહોંચવા ભીતિ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang