ગાંધીધામ, તા. 30 : મેઘપર બોરીચીની જુદી જુદી સોસાયટીઓમાં
લઇ જઇ કિશોરી ઉપર બળાત્કાર ગુજારનારા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનાર કિશોરી સાથે હિતેશ મકવાણા નામના શખ્સે પરિચય કેળવ્યો
હતો. આ શખ્સ કિશોરીને પોતાના ઘરે તથા પોતાની બહેનના ઘરે લઇ જઇ તેના ઉપર બળજબરીપૂર્વક
બળાત્કાર ગુજાર્યો હતો. પાંચેક મહિના અગાઉ બનેલા આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ
નોંધાતાં બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.