ભુજ, તા. 19 : મુંદરા શહેરમાં રહેતી પરીણિતાએ
પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો કે, તેમના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે. આ અંગે મુંદરા પોલીસ મથકમાં ફરિયાદી વનીતાબેને
લખાવેલી ફરિયાદ મુજબ આરોપી પતિ મનોજભાઈ મહાવીર શર્મા દ્વારા અવાર-નવાર ઝઘડો કરી મારકૂટ
કરવામાં આવતી હતી. ફરિયાદીને ધક્કો મારી માથામાં લોહી નીકળે તેવી ઈજા પહોંચાડી હતી,
ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી સાથે છુટાછેડા આપ્યા વિના પતિએ બીજા
લગ્ન કર્યાં હતાં. આ બાબતે મહાવીર જીતમલ શર્મા સાથે વાતચીત કરતાં તેણે ફોનમાં જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી, જેથી બન્ને સામે પોલીસમાં ગુનો દાખલ
કરાવ્યો છે.