ભુજ, તા. 19 : અબડાસા તાલુકાના કોસા વિસ્તારમાં પવનચક્કીમાંથી વાયર ચોરનારા
ત્રણ આરોપીને એલસીબીએ ચોરાઉ વાયર સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો, જ્યારે
અન્ય એકને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. એલસીબીને બાતમી મળી હતી કે,
હસણ સિધિક મોકરશી (રહે ભદ્રાવાંઢ, તા. અબડાસા)
તથા તેની સાથે અન્યોએ કોસાની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી
કરી હતી. આ વાયર ગામની સીમમાં સંતાડી દીધો હતો, જે સગેવગે કરવાની
ફીરાકમાં છે. બાતમીમાં પગલે હસણ ઉપરાંત ઓસમાણગની
જાકબ મંધરા અને સાહિલ અબ્દુલ ગઝણ (રહે. બન્ને કોસા)ને કોપર કેબલ અંદાજે 300 કિલો સાથે ઝડપી યુક્તિ-પ્રયુક્તિ
સાથે પુછતાછ કરતાં જણાવ્યું કે, વીસેક
દિવસ પહેલાં અમે ત્રણે તથા શકુર જુણસ ગઝણ (કોસા) સાથે મળી કોસાની સીમમાં સુઝલોન કંપનીની
પવનચક્કીમાંથી ચોરી કરી હતી. આ અંગે ગઈકાલે વાયોર પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો
છે. આ ચોરાઉ વાયર 300 કિલો કિ.
રૂા. 2,10,000 સાથે ત્રણે ઝડપી ચોરીનો ભેદ
એલસીબીએ ઉકેલી લીધો છે, જ્યારે શકુરને
ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.