• રવિવાર, 19 એપ્રિલ, 2026

મુંદરા કસ્ટોડિયલ ડેથમાં મુખ્ય આરોપીની ખર્ચ સાથે વચગાળાની જામીન અરજી રદ

ભુજ, તા. 18 : ચકચારી મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. છ માસ કરતાં વધુ સમયથી દલીલ પર છે. મુખ્ય આરોપી દ્વારા વખતોવખત જામીન અરજી કરાઇ છે, ત્યારે હાલમાં ફરી આવી જ વચગાળાની જામીન અરજી તેના દ્વારા થતાં ભુજ અદાલતે ખર્ચ સાથે જામીન નામંજૂર કર્યા છે. વર્ષ 2021ના આ ચર્ચાસ્પદ કેસના સૂત્રધાર અને ભૂમાફિયા જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા દ્વારા વખતોવખત જુદા જુદા કારણો આગળ ધરી જામીન અરજી થતાં સેશન્સ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા ગુણદોષ પર તેમની અરજીઓ રદ થઇ છે, ત્યારે હાલે અરજદાર જયવીરસિંહ દ્વારા આ ગુના કામે ટૂંકાગાળાના જામીન મળવા અરજી કરાતાં એડિશનલ સેશન્સ જજ ભુજ દ્વારા વખતોવખત યોગ્ય વાજબી કારણો વિના અરજી કરતા હોઇ હાલની વચ્ચગાળાની તેમની જામીન અરજી ખર્ચના રૂા.  5000 ડીએલએસ ભુજમાં જમા કરાવવાના આદેશ સાથે નામંજૂર કરી છે. આ કામે સ્પે.પી.પી. અનિલભાઇ આર. દેસાઇ તથા મૂળ ફરિયાદીના વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજ વી. ગઢવી, વાય. વી. વોરા, એ. એન. મહેતાએચ. કે. ગઢવી તથા એસ. એસ. ગઢવી તથા કચ્છ ચારણ સમાજના એડવોકેટ હાજર રહ્યા હતા. 

Panchang

dd