અંજાર, તા. 18 : અહીં રામનવમી નિમિત્તે નીકળેલી
રથયાત્રામાં વૃદ્ધાના ગળામાંથી અજાણ્યા શખ્સ રૂા. 50 હજારની કિંમતની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. આ અંગે લતાબેન
કરશનભાઈ ચોટારાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવ ગત તા.27/3ના 6.30થી તા. 19.10 વાગ્યા સુધીના અરસામાં સૂર્યા
સ્ટોર પાસે 12 મીટર રોડ ઉપર બન્યો હતો. ફરિયાદી
રામનવમીની રથયાત્રામાં દર્શન કરવા ગયા હતા. લોકોની ભીડ વચ્ચે અજાણ્યો આરોપી વૃદ્ધાના
ગળામાંથી 25 ગ્રામની સોનાની ચેઈન ઝૂંટવીને પલાયન થયો હતો. આ ગુનામાં સામેલ આરોપીને શોધવા પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.