ભુજ, તા. 27 : તાલુકાના દહીંસરા ગામમાં બનેલા
ગૌવંશ હત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. આ કિસ્સામાં પોલીસે જેમની ધરપકડ કરી છે, તેના બદલે અન્ય આરોપીઓ હોવાનું સાંયોગિક પુરાવા
સાથે જણાવી ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લેમીન સંસ્થાએ પુરાવાની અધુરાશે કાર્યવાહી
કરનારા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. બે દિવસ પહેલાં દહીંસરા ગામે
ઘટના બન્યા પછી પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે આ અંગે
વાયરલ થયેલા વીડિયો સહિતનો ઘટનક્રમ આગળ ધરીને આ સંસ્થાના મહામંત્રી સકીલ સમાએ રજૂઆત
કરી છે. તેમણે આ ઘટનાને અંજામ આપવાની ભૂમિકા ભજવનારા પોલીસ કર્મચારીઓ સામે ફરજમોકૂફીના
પગલાં લેવા માગણી કરતાં જરૂર પડયે બે દિવસ બાદ એસપી કચેરીને ઘેરાવ કરવાની ચીમકી પણ
આપી હતી.