ગાંધીધામ, તા. 22 : રાપર તાલુકાના સેલારીમાં અગાઉની
ફરિયાદના મનદુ:ખ મુદ્દે બે શખ્સે યુવાન સાથે ઝપાઝપી કરીને રોકડા રૂા.4900ની લૂંટ ચલાવી હોવાનો મામલો
સ્થાનિક પોલીસ દફ્તરે નોંધાયો હતો. સેલારીમાં રહેતા વેપારી સૂરજ દેવજીભાઈ લુહારે આરોપી કાંતિ ધનજી રાઠોડ અને ધનજી કરશન રાઠોડ વિરુદ્ધ
ગુનો નોંધાવ્યો હતો. ગત તા. 20/11ના સવારે
10.30 વાગ્યાના અરસામાં ગામના ચોરાના
ચોકમાં શિવ મંદિર સામે બનેલા બનાવ અંગે પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદી યુવાન પોતાની મોટરસાઈકલમાં પોતાના પુત્રને
શાળાએ મૂકવા જતા હતા. દરમ્યાન બે આરોપીએ વાહન રોકાવીને ફરિયાદી સાથે ઝપાઝપી કરી
મારવા લાગ્યા હતા. દરમ્યાન આ યુવાને પોતાની સાથે બનતી ઘટનાને મોબાઈલ ફોનમાં કેદ કરવા ફોન બહાર કાઢયો હતો. તહોમતદારોએ આ ફોન ઝૂંટવા સાથે ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક
રોકડા રૂા. 4900ની લૂંટી
લીધા હતા. વધુ આરોપીએ ફરિયાદીનો વધુ એક ફોન ઝૂંટવી લીધો હતો. ભોગ બનનારનો પુત્ર પોતાના ઘર તરફ ભાગવા જતાં આરોપીએ
કાંતિએ પડાવી લીધેલા બંને ફોનના ઘા કર્યા હતા, જેના કારણે એક મોબાઈલની ક્રીન તૂડી જતાં રૂા. 25 હજારનું નુકસાન થયું હતું.
ફરિયાદીએ આરોપી કાંતિ રાઠોડ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદથી આરોપી કાંતિ રાઠોડનો છેલ્લાં દોઢ વર્ષથી હેરાન-પરેશાન કરી રહ્યો હતો. આ
અંગે સંબંધિતો સમક્ષ રજૂઆત પણ કરાઈ હતી. ધોળા
દિવસે લૂંટના મામલામાં પોલીસે વિધિવત રીતે ગુનો વધુ તપાસ આરંભી છે.