• રવિવાર, 23 નવેમ્બર, 2025

વાગડમાં ગાંજાની ખેતીનો પર્દાફાસ : બાવન લાખનો જથ્થો કબ્જે

ગાંધીધામ, તા.22 : રાપર તાલુકાના બાદર ગઢમાં  ગાંજાના  છોડ સાથે એક શખ્સનેઝડપી પાડયાનો બનાવ તાજો જ છે ત્યારે તાલુકાના આડેસર પોલીસે તાલુકાના ભીમારસના વાડી વિસ્તારમાં વધુ એક ગાંજાની ખેતીનો પર્દાફાસ કર્યો છે. માતબર કીમતના નસીલા પદાર્થના છોડ સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભીમાસર વાડી વિસ્તારમાં બાતમીના આધારે સાંજના  અરસામાં  આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન મોટી માત્રામાં ગાંજાની ખેતી  થઈ હોવાનું માલુમ પડયું હતું. ભુટકીયા વાડી વિસ્તારમાં  ગેરકાયદેસર રીતે ગાંજાનેં વાવેતર  કરનારા આરોપી  અરજણ દેવા કોલીને પોલીસે ઝડપી પાડયો હતો.આરોપીના કબ્જાના ખેતરમાંથી 104.300 કીલોગ્રામ ગાંજાના છોડ કબ્જે કરાયા હતા જેની કીમત રૂફ 52.15 લાખ આંકવામાં આવી છે.આ લખાય છે ત્યારે ફરીયાદ નોંધવાની તજવીજ ચાલુમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે  આ વર્ષ દરમ્યા જ વાગડમાં પ્રાંથળ વિસ્તારમાં મોટા પાયે  અન્ય પાકની આડમાં ગાંજાની  ખેતી પોલીસે ઝડપી પાડી હતી. આ ઉપરાંત ગેડીમાં પણ આ જ પ્રકારે નસીલા પદાર્થના છોડનું વાવેતર  કરતા શખ્સો ઝડપાયા હતાં.અગાઉ રાપર તાલુકામાંચરસના જથ્થા સાથે  પણ શખ્સ ઝડપાયા હતા. અને તેમાં રાજસ્થાનથી જથ્થો લવાતો હોવાનું બહાર આવ્યું હતું પરંતુ રાજસ્થાની કડી મેળવવામાં પોલીસને સફળતા મળી ન હતી. 

Panchang

dd