રાયધણપર (તા. ભુજ), તા. 31 : તાલુકાના આહીરપટ્ટીના હબાય ગામની ઊંચી ટેકરી સ્થિત ઐતિહાસિક રામદેવપીર મંદિરના શિખર ઉપર પણ બે દિવસ અગાઉ?વીજળી પડતાં મંદિરનું શિખર ખંડિત થયું હોવાનું અને મંદિરમાં પંખા-વાયર જેવા વીજ ઉપકરણ બળ્યા હોવાની વિગતો બહાર આવી છે. નિર્જન સ્થળ હોવાથી બે દિવસ પછી બહાર આવેલી આ વિગતો મંદિરના પૂજારી દિનેશ ડાડા અને ભાવિક શામજીભાઇ?વાણિયા (ચપરેડી)એ આપી હતી.