• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

સુમરાસર શેખમાં જુગાર રમતા ચાર ખેલી પકડાયા

ભુજ, તા. 31 : તાલુકાના સુમરાસર શેખના નદીપટમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ખેલીને પોલીસે પકડી પાડયા હતા. આજે માધાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સુમરાસર શેખના નદીના પટમાં જુગાર રમાઇ રહ્યો છે. આથી આજે દરોડો પાડતાં ધાણીપાસા વડે જુગાર રમતા રાણુભા ડુગરજી જાડેજા (રહે. લોરિયા), મામદઅમીન ઇશાક શેખ, પ્રેમજી વેરાભાઇ?મેરિયા (રહે. બંને સુમરાસર શેખ) અને ઇમરાન હુસેન લાડક (રહે. ઢોરી)ને રોકડા રૂા. 5140ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને સજા સાથે વળતર દેવા આદેશ 

ભુજ, તા. 31 : દશ લાખ રૂપિયાથી વધુ મૂલ્યનો ચેક બેન્કમાંથી પરત ફરવાના ગાંધીધામની શ્રીરામ ફાઇનાન્સ કંપનીની ફરિયાદવાળા કેસમાં આરોપી નરેન્દ્રાસિંહ હતુભા સોઢાને તકસીરવાન ઠેરવીને અદાલતે તેને એક વર્ષની કેદ અને ચેકના મૂલ્યની રકમ વળતર તરીકે ચુકવવા આદેશ કર્યો હતો. ભુજના બીજા અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની અદાલત સમક્ષ નેગોશીયેબલ ધારાના આ કેસની સુનાવણી થઇ હતી. પુરાવા અને દસ્તાવેજી આધારોને કેન્દ્રમાં રાખીને આરોપીને ન્યાયાધીશે એક વર્ષની સાદી કેદ અને રૂા. 1.10 લાખ વળતર પેટે ચુકવવા આદેશ કર્યો હતો. સુનાવણીમાં કંપની વતી તેના લિગલ વિભાગના પૃથ્વીરાજાસિંહ બી. રાઠોડ તથા ફરિયાદી વતી દીપક પી. ભાનુશાલી અને કુલદિપ ડી. ગરવા રહયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang