• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

શિક્ષણ, આરોગ્ય, પાણી ક્ષેત્રે પણ ખૂટતી કડીઓ પૂર્ણ કરાશે

નખત્રાણા, તા. 22 : તાલુકામાં રૂા. 433.92 લાખના ખર્ચે નિર્માણ પામનારા તાલુકાના વિવિધ ગામોના રસ્તાકામોના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મુખ્ય અતિથિપદે યોગી બાલકનાથજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયા હતા.  ચોમાસામાં વાહનવ્યવહાર, રાહદારીઓને ઇમરજન્સીમાં લઇ જવાતા દર્દીઓ, વિદ્યાર્થીઓને લાંબા અંતરના રસ્તાને  ટૂંકા અંતરથી જોડવા સમય અને આર્થિક બચાવ માટે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં અબજો રૂપિયાના ખર્ચે રસ્તાકામો સંપન્ન કરાયા છે તથા મંજૂર થયેલા અનેક વિકાસકામો પ્રગતિમાં છે. તેમજ દરખાસ્ત કરાયેલા રસ્તાઓ મંજૂર કરવાની ખાતરી આપી હતી. મોતીચોર ગામે યોજાયેલા રૂા. 197.96 લાખના ખર્ચે રસ્તાકામ, કોટડા (જ)થી ખાંભલા મથલ ત્રણ ગામોને જોડતો માર્ગ રૂા. 202.63 રસ્તા કામનું ખાતમુહૂર્ત ખાંભલા ગામે જ્યારે હરિસિદ્ધિ નગર એક દાયકા પૂર્વે નવનિર્માણ પામેલ ગામથી લખપત ધોરીમાર્ગને જોડતો સાથે ચિત્રાધાર ટેકરીને સાંકળતા રસ્તાના ખાતમુહૂર્તો પ્રસંગે પ્રાસંગિક વકતવ્યમાં જણાવતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિકાસકામોના મૂળમાં લોકોનો સહકાર અને સરકારની ઉદાર નીતિના પરિણામે થયા હોવાનું ઉમેર્યું હતું. આ વિસ્તારમાં 18 કરોડના ખર્ચે મથલ પુલ, 21 કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી વિદ્યાલય નખત્રાણા સહિતના કામો પૂર્ણતાને આરે છે, જેનો ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. શિક્ષણ, પાણી, આરોગ્ય, રસ્તા કામોની ખૂટતી કડી પૂરી કરાશે તેવું જણાવ્યું હતું. જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન લાલજીભાઇ રામાણી, નખત્રાણાના પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડ, અગ્રણી કાનજી દાદા કાપડી સહિતના અગ્રણીઓએ સંપન્ન થયેલા વિકાસ કામો બદલ ધારાસભ્ય જાડેજાને બિરદાવ્યા હતા. પ્રત્યેક ખાતમુહૂર્ત કાર્યક્રમોના સંચાલનકર્તા ન. તા. ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે ભુજથી નખત્રાણાથી નારાયણ સરોવર સુધી ચારમાર્ગીય રસ્તા નિર્માણ કાર્ય સહિતના વિકાસ કામોની વિગતો આપી હતી. સંત યોગી બાલકનાથજી બાપુએ આશિર્વચન આપ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિ.પં. આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, તા.પં.કા. ચેરમેન ઉત્પલસિંહ જાડેજાજિ.પં. સદસ્ય કરશનજી જાડેજાતા.પં. સદસ્ય હોતખાન મુતવા, હરિસિંહ રાઠોડ, જિતેન્દ્રસિંહ જાડેજા, કાનજીદાદા કાપડી, લક્ષ્મણસિંહ સોઢા (નિવૃત્ત ફૌજી), મેઘુભા સોઢા (એડવોકેટ), મુરુભા જાડેજા, ભુરજી સોઢા, રણજિતસિંહ સોઢાસોઢા શંભુસિંહ, સોનજી, વનરાજસિંહ, કરશનજી, સવાઇસિંહ, સુરુભા, મહેશ દેસાઇ, ભગીરથસિંહ જાડેજા, અમૃતભાઇ પોકાર, ખાંભલા ગામ સરપંચ હુસેનભાઇ ખલીફા તથા વાંકોલ માતાજીના પૂજારી લાખા ભોપા, રાણા ભોપા, લધા સોગા, , ગગુ ભીમા, કાના આશા, બુધા રવા, વંકા હમીર, કરશનજી સોઢાડાયાભાઇ ભધરૂ (મથલ), ગગુભાઇ ભીમા, મોતીચુર ગામે તા.પં. સદસ્ય હોતખાન મુતવા જત, જબાર જત (સરપંચ, માજી સરપંચ) ઇશાકભાઇ જત, ઉપસરપંચ મુસા મુતવા, મુતવા બેગમામદ, દોલતભાઇ, જત કયુબ, મીઠાખાન, સાલે નુરમામદ, હાજી અલી સહિત ઉપસ્થિત રહ્યા હતા. શાત્રોકત વિધિ આચાર્ય હરેશ મારાજ, સિદ્ધાર્થ મારાજએ સંપન્ન કરાવી હતી. દિલેર સીદી,  કિશન મેપાણી સહયોગી રહ્યા હતા. સંચાલન આભારવિધિ રબારી ગગુભાઇ (પીડબલ્યુડી) તથા  લક્ષ્મણસિંહે કરી હતી. 

Panchang

dd