માધાપર (તા. ભુજ), તા. 22 : લાખોની ઉચાપત
અને અનેક પ્રકારે ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે દોષિત ઠરેલા રાપર તાલુકાના આડેસર
ગામના પૂર્વ તલાટીઓ વિરુદ્ધ વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ જિલ્લા વિકાસ
અધિકારીને પાઠવાયેલા પત્રમાં રજૂઆત કરાઇ છે. અરજદાર રમણીકલાલ ઠક્કરે નાયબ જિલ્લા વિકાસ
અધિકારીને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ આડેસર ગ્રામ પંચાયતમાં લાખોની ઉચાપત તેમજ અનેક
પ્રકારે ગેરરીતિ આચરનારા તલાટીઓ વિરુદ્ધ ગત જાન્યુઆરી-25માં જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ પ્રજાપતિએ
ધાક બેસાડતો ચુકાદો આપ્યો હોવા છતાં આજે ચાર મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં દોષિત
ત્રણ તલાટી વિરુદ્ધ કાર્યવાહી ન કરાતાં તર્ક-વિતર્ક સર્જાયા છે અને તેમની પાસેથી ઉચાપત
થયેલી રકમની ભરપાઇ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.