• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

લોન ન ભરી, કોર્ટના હુકમનોય અનાદર થતાં 30 દિવસથી જેલનો ચુકાદો

ભુજ, તા. 22 : એસ.બી.આઈ.ની મિરજાપર બ્રાન્ચમાંથી વિશ્વકર્મા ફેબ્રિકેશનના માલિક જિજ્ઞેશ મોહનલાલ વાઘેલા, રહે. મિરજાપરએ લોનનું ધિરાણ મેળવ્યા બાદ લોન ન ભરતાં બેંક વતી દાવો દાખલ કરી હુકમનામું મેળવ્યો હોવા છતાં લોનધારકે લોનની રકમ ન ભરતા તથા જંગમ તથા સ્થાવર મિલકતમાંથી વસુલ થઈ શકે તેમ ન હોઈ. હુકમનામાનો ઈરાદાપૂર્વક અનાદર કરવા બદલ 30 દિવસની સિવિલ જેલમાં બેસાડવાનો હુકમ પ્રિન્સીપાલ સિવિલ જજ (એસ.ડી.)એ કરી લોન ન ભરનારા સામે લાલ આંખ કરી ધાક બેસાડતો હુકમ આપ્યો છે. બેંક વતી ભુજના એડવોકેટ કૈવલ્ય એચ. વૈશ્નવ હાજર રહ્યા હતા. 

Panchang

dd