• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અરવલ્લી પર સુપ્રીમ આકરાં પાણીએ

નવી દિલ્હી, તા. 21 : અરવલ્લી પર્વતમાળા મામલામાં આકરું વલણ અપનાવતા સર્વેચ્ચ અદાલતે બુધવારે રાજ્ય સરકારને અરવલ્લીમાં કોઈ પણ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર એક સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. અરવલ્લીની નવી પરિભાષા પર જારી બબાલ વચ્ચે સુપ્રીમ કોર્ટે પહાડી અને પર્વતમાળાઓની એકસમાન પરિભાષા સ્વીકાર કરતા વીતેલાં વર્ષના નિર્દેશોને સ્થગીત કરી દીધા હતા. સુપ્રીમે કહ્યું હતું કે, ગેરકાયદે ખનનથી પૂરું ન કરી શકાય તેવું નુકશાન થશે. એટલે જ અમે અરવલ્લીમાં ખનન અને સંબંધિત મુદ્દાઓની સઘન તપાસાર્થે તજજ્ઞોની સમિતિની રચના કરીશું. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટીસ જોયમાલ્યા, બાગચી અને વિપુલ પંચોલીની ખંડપીઠે અધિક સોલીસીટર જનરલ ઐશ્વર્યા ભાટી અને ન્યાયમિત્ર કે પરમેશ્વરને ચાર સપ્તાહમાં તજજ્ઞ વૈજ્ઞાનિકો પર્યાવરણ વિદ્યાનોના નામ સૂચવવા નિર્દેશ આપ્યો હતો. મૂખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે અધિકારીઓને કહ્યું હતું કે, આપે આપની મશીનરી કામે લગાડવી પડશે. ગેરકાયદે ખનન એક અપરાધ છે, એટલે આવી ગેરકાનૂની ગતિવિધિઓ કડક પણે રોકવી પડશે તેવો નિર્દેશ તેમણે આપ્યો હતો. અરવલ્લી પહાડીઓની પરિભાષા પર જારી વિવાદ વચ્ચે મહત્ત્વની ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો દેશના પર્યાવરણના ભવિષ્ય સાથે જોડાયેલો છે. અરવલ્લીમાં ગેરકાયદે ખનન જરા પણ સહન નહીં લેવાય તેવી ચેતવણી સુપ્રીમે આપી હતી. 

Panchang

dd