• શનિવાર, 05 જુલાઈ, 2025

લુણવામાં પોલીસ સાથે ઝપાઝપી કરનારા વધુ આરોપી ઝડપાયા

ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના લુણવામાં પોલીસ સાથે માથાકૂટ-મારામારીના પ્રકરણમાં નાસતા ફરતા વધુ નવ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. ભચાઉના લુણવામાં મારામારી સંદર્ભે તપાસમાં ગયેલી પોલીસ સાથે બોલાચાલી, માથાકૂટ કરી ફરજમાં રૂકાવટના પ્રકરણમાં અગાઉ અમુક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય હાથમાં આવતા નહોતા. દરમ્યાન લાડુબેન કોળી, રમેશ મનજી કોળી, હરજી કાનજી કોળી, બાબુ શામજી ઉર્ફે સામો કોળી, ભરત સામત કોળી, વાલો ઉર્ફે વાલજી મેઘા કોળી, રમેશ ભોજા કોળી, મેઘા જુમા કોળી તથા છગન મેરૂ કોળી નામના આરોપીઓને પોલીસે પકડી પાડયા હતા. 

Panchang

dd