• મંગળવાર, 01 જુલાઈ, 2025

પૂર્વ કચ્છમાં ગેરકાયદે ખનિજ વહન કરતાં ત્રણ ડમ્પર કબજે

ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગની ટૂકડી દ્વારા પૂર્વ કચ્છમાં બે સ્થળે ગેરકાયદે ખનિજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી કરાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગની કચેરી દ્વારા ગતરાત્રિના કાર્યવાહી કરાઈ હતી. રાપર તાલુકાના આડેસર હાઇ-વે ખાતે તેમજ અંજાર તાલુકાના સાપેડા રોડ થી બે ચાઈનાક્લે અને અને એક હાર્ડ મોરમ ખનિજનું વહન કરતાં ડમ્પરને રોકવામાં આવ્યાં હતાં.  ડમ્પરોના ચાલકો પાસેથી રોયલ્ટી અંગેના અધિકૃત આધારો માગતા આધાર રજૂ કરી શક્યા ન હતા. વાહનો દ્વારા ખનિજનું બિનઅધિકૃત વહન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. કાર્યવાહી દરમ્યાન ત્રણ વાહન સહિત અંદાજિત 75 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ડમ્પરચાલકો અને માલિક વગેરે કસૂરદારો સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017ના નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

Panchang

dd