• મંગળવાર, 01 જુલાઈ, 2025

60 લાખની છેતરપીંડી કરનારા ભુજના બંને આરોપી પાંચ દિ'ના રિમાન્ડ તળે

ભુજ, તા. 20 : સસ્તા સોનાની લાલચ આપી રૂા. 60 લાખની છેતરપીંડી કરનારા આરોપીઓ અનવર ઈશાક તુર્ક અને અકીલ આમદ નોડેના ચીફ જ્યુડિશિયલ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓ અનવર અને અકીલે કાવતરું રચીને ફરિયાદી પાસેથી સસ્તા સોનાનાં નામે 67 લાખ લીધા બાદ 7 લાખ પરત આપ્યા હતા અને 60 લાખ કે સોનું ન આપી ઠગાઈ કરી હતી. આ કેસમાં બંને આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા, જ્યાં અદાલતે બંનેના તા. 25-6 સુધી પાંચ  દિ'ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન, બને આરોપીની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તથા અગાઉ આવા કોઈ કૃત્ય આચર્યા છે કે કેમ તે જાણવા પોલીસ પૂછપરછ આદરશે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિએ હાજર રહી દલીલ કરી હતી. 

Panchang

dd