ગાંધીધામ, તા. 18 : તાલુકાના કિડાણામાં આવેલી લક્ષ્યનગર
સોસાયટીમાં જાહેરમાં પતા ટીંચતા પાંચ શખ્સને પોલીસ પકડી પાડી રોકડ રૂા. 16,500 જપ્ત કર્યા હતા. કિડાણા લક્ષ્યનગર
સોસાયટી-1 કેશવજી વલુ મહેશ્વરીના મકાન નંબર 56 આગળ શેરીમાં આજે સાંજે જુગાર
રમાઇ રહ્યો હતો. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંના કેશવજી વલુ મહેશ્વરી, લખુ શામજી મહેશ્વરી, કાનજી
દેવજી મહેશ્વરી (રહે. આશાપુરા સોસાયટી-કિડાણા), બુદ્ધા વેરશી
મહેશ્વરી (રહે. જગજીવન નગર-ગાંધીધામ) તથા નવીન ફકીરા મહેશ્વરી (રહે. ભક્તિનગર સોસયટી-કિડાણા)ની
ધરપકડ કરી હતી. જાહેરમાં જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 16,500 હસ્તગત કરાયા હતા.