ભુજ, તા. 18 : બે દિવસ પૂર્વે કનૈયાબેના બનાવ
બાબતે આજે અખિલ કચ્છ શેખડાડા સમાજના આગેવાનોની અપીલ પર સમગ્ર કચ્છના આગેવાનોએ હાજર
રહી કલેક્ટર તથા એસ.પી.ને આવેદનપત્ર આપી નિર્દોષ લોકો પર થયેલી કાર્યવાહી બાબતે તપાસ
કરવા રજૂઆત કરી હતી. દરમ્યાન મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ મુસ્લિમ સમાજને અપીલ
કરી હતી કે, ખોટા કામ કરતા હોય તે લોકોને
રોકવા જાગૃત રહેવું પડશે. અન્યથા `સૂકા ભેગું લીલું પણ બળી જાય'
તેવું થશે. ગુનેગારો પર સકંજો કસવા નિર્દોષ લોકોને પણ ઝપટમાં લઇ હેરાન-પરેશાન
ન કરવા તેમણે માંગ કરી છે. મુસ્લિમ સમાજે આજ દિવસ સુધી ક્યારેય ગુનેગારની રજૂઆત કરી
નથી અને ક્યારેય કરશે નહીં. નિર્દોષ લોકોને ભોગ બનાવ્યા છે. આ બાબતે જવાબદારોને જરૂરી
સૂચના આપે તેવી તેમણે માંગ કરી છે અને મુસ્લિમ સમાજ પણ ગુનેગાર લોકોથી કિનારો કરે તે
જરૂરી હોવાનો તેમણે અનુરોધ કર્યો છે.