ભુજ, તા. 18 : લાકડાંનો વેપાર કરતી કંપનીએ
ઉધારથી લાકડાં ખરીદી બાદ આપેલો ચેક પરત ફર્યાના કેસમાં તહોમતદારને દોઢ વર્ષની સાદી કેદ તથા 10 લાખ વળતરનો હુકમ કોર્ટે કર્યો છે. સંજયકુમાર એન્ડ કંપની એક્સિમ
લિમિટેડ, મેસર્સ બી.ડી. ટિમ્બર માર્ટ અને તેના પ્રોપરાઇટર
લક્ષ્મીચંદ સાધુરામ મંડિયા વિરુદ્ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે ફોજદારી ફરિયાદ
દાખલ કરેલી, ફરિયાદી
કંપની લાકડાંનો ધંધો કરે છે. તહોમતદાર ફરિયાદી પાસેથી ઉધાર લાકડાં ખરીદ કરતા હતા. તહોમતદારો પાસે રૂા. 22,60,135 બાકી નીકળતા હતા. તે બાકી નીકળતી
રકમ પેટે તહોમતદારે રૂા. 5 લાખનો તા. 4/7/2008વાળો ચેક આપ્યો હતો. જે ખાતામાં પૂરતાં નાણાં ન હોવાના કારણે
પરત ફર્યો હતો. ફરિયાદીએ તહોમતદારો વિરુદ્ધ
કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. અધીક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તહોમતદારોને
તક્સીરવાન ઠેરાવી 18 માસની સાદી
જેલની સજા અને ફરિયાદીને રૂા. 10 લાખ વળતર
પેટે ચૂકવવા હુકમ ફરમાવ્યો છે. આ કામે ફરિયાદી વતી વકીલ વી.પી. આલવાણી અને વિશાલ કાનન
હાજર રહ્યા હતા.