ભુજ, તા. 18 : અમરેલી જિલ્લાના ગારિયાધાર
પોલીસ મથકમાં દાખલ થયેલા ઠગાઇના ગુનામાં નાસતા-ફરતા આરોપી હશન આમસ સમાને ખાવડાથી એલસીબીએ
ઝડપી પાડયો છે. વર્ષ 2018માં આરોપી
હશન વિરુદ્ધ અમરેલીના ગારિયાધાર પોલીસ મથકે ઠગાઇનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ગારિયાધાર
કોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી આરોપી હશન નાસતો-ફરતો હતો. ખાવડામાં રહેતો આ આરોપી હાલ
ખારીનદી ચાર રસ્તા પાસે ચાની હોટલ પાસે હાજર હોવાની બાતમીના પગલે એલસીબીએ તેને ઝડપી
ગારિયાધાર પોલીસને જાણ કરી એ-ડિવિઝન પોલીસને સોંપ્યો છે.